LPG: હવે એક મિસ્ડ કોલથી આપના ઘરે ગેસ સિલિન્ડર પહોંચશે, જાણો કઈ રીતે
ઈન્ડિયન ઓઈલના ઈન્ડેન ગેસ ગ્રાહકો હવે ફક્ત મિસ્ડ કોલ આપીને એલપીજી સિલિન્ડર ભરવા માટે બુકિંગ કરી શકશે. શુક્રવારે ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ તેના એલપીજી ગ્રાહકો સિલિન્ડર ભરવા માટે દેશમાંથી ક્યાંય પણ મિસ્ડ કોલ નંબર 8454955555નો ઉપયોગ કરી શકે છે.
બુકિંગ માટે ગ્રાહકોને કોલ કરવા પાછળનો સમય બચી જશે. હવે ફક્ત એક મિસ્ડ કોલથી સિલિન્ડર બુક કરાવી શકાશે. આ ઉપરાંત ગ્રાહકોના કોલ્સ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. વર્તમાન IVRS(INTERACTIVE VOICE RESPONSE SYSTME)માં સામાન્ય કોલ રેટને ચાર્જ થાય છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સુવિધા ખાસ વૃદ્ધ લોકોને રાહત આપશે, જેઓને આઈવીઆરએસ સિસ્ટમમાં પોતાને આરામદાયક લાગતી ન હોય.
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ‘મિસ્ડ કોલ’ સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. ઉદ્ઘાટન પ્રસંગે તેમણે બીજા સ્તરનું ગ્લોબલ-ગ્રેડ પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલ (ઓક્ટેન 100) પણ લોન્ચ કર્યું હતું. ઈન્ડિયન ઓઈલ તેને XP-100 બ્રાન્ડ હેઠળ વેચશે. આ પ્રસંગે પ્રધાને કહ્યું કે ગેસ એજન્સીઓ અને વિતરકોએ ખાતરી કરવી જોઈએ કે એલપીજીની ડિલિવરી એક દિવસથી લઈ થોડા કલાકોમાં થઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે એલપીજીના મામલે દેશ ઘણો આગળ નીકળી ગયો છે. 2014ના પહેલા છ દાયકામાં લગભગ 13 કરોડ લોકોને એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાયું હતું. છેલ્લા છ વર્ષમાં આ આંકડો 30 કરોડ પર પહોંચી ગયો છે.
મિસ્ડ કોલ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો
મિસ્ડ કોલ સુવિધા ખુબ સરળતાથી કામ કરે છે. રિફિલ બુકિંગ માટે ગ્રાહકોએ તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ કરવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા માહિતી મળશે કે તમારું સિલિન્ડર બુક કરાયું છે. જે ટૂંક સમયમાં આપણા ઘરે પણ પહોંચશે.
Comments
Post a Comment