આત્મનિર્ભર દારૂડિયા : વિદેશી ન મળતાં દેશી દારૂ પીધેલી હાલતમાં 17 પકડાયા
- સુરેન્દ્રનગર શહેરમાં 31 ડિસેમ્બરના રોજ દારૂની મહેફીલ માણનારા સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ખાસ ચોકીઓ બનાવીને પોલીસે ચેકિગ હાથ ધર્યુ હતુ. જેમાં દારૂ પીધેલી હાલતમાં 17 શખ્સો પકડાયા હતા. પોલીસની ધોસ વધતા વિદેશી દારૂ ન મળતા દારૂડીયાઓ દેશી દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે દારૂડિયાઓને ઝડપી જેલમાં ધકેલ્યા
શહેરના ગેબનશા પીર, મેકસન સર્કલ, દૂધરેજ ત્રણ રસ્તા, લીંબડી હાઇવે સહિતના એન્ટ્રી પોઇન્ટ પર રાતના સમયે ખાસ ચેકિંગ હાથ ધરાયુ હતુ. અને રાતના સમયે ખાસ કોમ્બીંગ હાથ ધર્યુ હતુ. 31 ડિસેમ્બર અગાઉ પોલીસની ધોસ વધતા બુટલેગરો વિદેશી દારૂનો સ્ટોક ન કરી શકતા પ્યાસીઓએ દેશી દારૂની મોજ માણીને ઉજવણી કરી હતી.
સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે માઇ મંદિર પાસેથી રમેશ પ્રવીણભાઇ નંદીયાળા, બહુચર હોટલ પાસેથી સંજય મનોહરભાઇ ગુજ્જર, મોરબીના પુલ પાસેથી સલીમ અહેમદભાઇ ચામડીયા, ટાવર પાસેથી હસમુખ ભીખાભાઇ ચીહલા, મીયાણાવાડમાંથી હબીબ રાવતભાઇ કટીયાને નશો કરેલી હાલતમાં પકડી લીધા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ -
દેશ - દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો
Comments
Post a Comment