કયા દેશો એ ૫-જી લોન્ચ કરી દીધું છે?





હાલ ના યુગ માં ઈન્ટરનેટ સૌથી જરૂરી બની ગયું છે. ઘરમાં દાદા થી લઈને નાના ભૂલકાંઓં પણ ઈન્ટરનેટ નો ઉપયોગ કરતા હોય છે, જયારે હવે કેટલાક દેશો એ ૫-જી ની સ્પીડ આપવાનું સારું કરી દીધું છે.



૩૮ જેટલા દેશો એ ૫-જી તેમના દેશ માં લોન્ચ કરી દીધું છે અને આશા રાખવામાં આવે છે કે આ ૫-જી નો લાભ ૩.૫ વર્ષ માં ૧ બિલિયન લોકો સુધી પોચી જશે જયારે 4-જી ને 4 વર્ષ પૂર્ણ થયા છે અને ૧૨ વર્ષ ૩-જી ને પૂર્ણ થયા છે.



નોર્થ-અમેરિકા, યુરોપ, અને ઈસ્ટ એશિયા માં ૫-જી લોન્ચ થઇ ગયું છે, સોઉથ-કોરિયા પહેલો દેશ હતો જેને ૫-જી ને લોન્ચ કર્યું હતું, ૬૦% ની અસ-પાસ સોઉથ-કોરિયન લોકો ૫-જી નેટવર્ક નો લાભ લઇ રહ્યા છે. હવે સાઉદી- અરબ પણ આ ૫-જી ની દોડ માં આગળ છે. 



૨૦૨૫ માં ૫-જી નેટવર્ક હેઠળ ૧.૭ બિલિયન લોકો જોડાયેલા હશે. લો-બેન્ડ ૫-જી, 4-જી બને સેમ ફ્રિકવન્સી નો ઉપયોગ કરે છે જે ૬૦૦-૮૦૦ મેગા-હર્ટઝ જેટલું હશે, જયારે ડાઉનલોડ ની સ્પીડ 4-જી કરતા વધારે હશે, ૩૦-૨૫૦ મેગા-બીટ્સ પ્રતિ એમબીટ જેટલો હશે, મીડ- બેન્ડ ૨.૫-૩.૭ ગીગા-હર્ટઝ માઈક્રોવેવેસ નો ઉપયોગ કરે છે, ૧૦૦-૯૦૦ એમબીટ / સેકન્ડ  ની ગતિ એ સર્ફિંગ કરશે 



૫-જી ના યુગ માં લોકો અને ઈન્ટરનેટ બને ઝડપી બની જશે, લોકો નું જીવન ટુકું અને સ્પીડ વધારે હશે, ક્યાંક જોતા ૫-જી સારું પણ છે આને ક્યાંક નુકસાન કારક પણ છે હવે જોવાનું એ રહે છે કે આ યુગ માં લોકો કેવી રીતે પોતાનું જીવન જીવે છે 





Picture Source : Freepik.com


Comments