Skip to main content
શિયાળામાં આ વસ્તુ ખાવી છે ખુબ જરૂરી, શરીરમાં રહેશે ગરમી અને નહીં થાય શરદી
- શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના રોગો ફેલાય છે, આ રોગ વાતાવરણની ઠંડકની અસરના કારણે થાય છે. તેમાં સૌથી સામાન્ય છે શરદી, તાવ. વર્તમાન સમયમાં તો આ બંને રોગ જીવલેણ રોગથી સંક્રમિત થવાનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમારે શિયાળામાં શરદી અને તાવથી દુર રહેવું હોય અને તમારા શરીરને કુદરતી રીતે ગરમ રાખવું હોય, સુંઠના લાડુનું સેવન કરવું જોઈએ
- શિયાળામાં અને ખાસ કરીને કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિને મજબુત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવામાં લાડુ ખાવાથી લાભ થાય છે. કારણ કે તેમાં એન્ટ્રી બેક્ટેરીયલ ગુણધર્મો હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે. આ સિવાય તેના સેવનથી આપનું શરીર અંદરથી ગરમ રહે છે.
- સુંઠના લાડુનું સેવન દૂધ સાથે કરવું જોઈએ. શિયાળામાં નિયમિત સવારે દૂધ અને આ લાડુ લેશો તો વર્ષભર શરદી થશે નહીં. આ સિવાય શિયાળાની ઋતુમાં છાતીમાં દુખાવો થવાની સમસ્યા પણ રહે છે. આ સમસ્યાનું સમાધાન પણ આ લાડુ લાવી શકે છે.
- શિયાળામાં એવી શરદી થાય છે કે જેમાં તમારા નાકમાંથી સતત પાણી નીકળે અને તમને ખુબ છીંક આવે. તેના કારણે માથાનો દુખાવો પણ થઈ શકે છે. અ તકલીફ પણ સૂંઠના લાડુ દુર કરી શકે છે. આ લાડુનું સેવન ડીલીવરી પછી કરવાથી સ્ત્રીઓને શરીરની નબળાઈ દુર થાય છે.
Good content
ReplyDelete