બ્રિટનમાં કોરોના નો નવો પ્રકાર આઉટ ઓફ કંટ્રોલ, જાણો ભારતમાં તે પ્રવેશ્યો કે નહી


  • કોરોના વાયરસમાં મોટા પ્રમાણમાં નોંધાયેલા પરિવર્તનનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકો મને છે કે આ પરિવર્તનની અસરો ની વાત કરીએ તો તે હજી પૂરી માહિતી નથી.બ્રિટનમાં કોરોના ના આ નવા પ્રકારના ઘણા કેસ મળી આવ્યા છે, બ્રિટનમાં અહેવાલ આપેલ પરિવર્તનો પર અગ્રીની નિષ્ણાતો જે કહે છે તેના સાર અહીં જાણી શકાય છે.
  • લીસેસ્ટર યુનીવર્સીટીના ક્લિનિકલ વાઈરોલોજિસ્ટ ડો.જુલીયન તાંગ કહે છે કે તે વાયરસ માટે ખૂબ સામાન્ય છે. જેમ કે ઇન્ફલ્યુએન્ઝા - જ્યાં વિવિધ વાયરસ એક જ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે, જેના કારણે એક હાયબ્રીડ વાયરસ બહાર આવે છે.
  • ભારત સહીત ઘણા દેશોએ કેટલાક દિવસો માટે યુકેની ફ્લાઈટ સ્થગિત કરી છે. આ એઈમ્સના ડીરેક્ટર રણદીપ ગુલેરીયાએ આ વાયરસ અંગે વાત કરી હત. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે બ્રિટને કોરોના વાયરસનું નવું પરિવર્તન જોયું છે.
  • તેઓએ જોયું છે કે કોરોનાનું આ નવું પરિવર્તન જે લંડન અને દક્ષિણ બ્રિટનમાં જોવા મળ્યું છે, તેઓએ નિરીક્ષણ કર્યું છે કે જ્યાં પણ આ પરિવર્તન થયું છે ત્યાં કોરોનાના કેસો ઝડપથી વધી ગયા છે.
  • દર્દીઓની ગંભીરતામાં કોઈ વધારો થયો નથી, તેથી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં વધુ ઝડપથી ફેલાય છે, તો જ્યાં પણ જાય છે ત્યાં કોરોના કેસ વધી શકે છે. તેથી તે મહત્વનું છે કે અમે તેને અન્ય દેશોમાં ફેલાવા ન દઈએ, તેથી જ ઘણા દેશોએ તેમની યુકેની ફ્લાઈટ બંધ કરી દીધી છે અને ત્યાંથી આવતા તમામ લોકોની દેખરેખ અને પરીક્ષણ શરૂ કરી દીધું છે.
  • ડો. ગુલેરીયાએ કહ્યું કે ભારતમાં હજી સુધી આવો કોઈ કેસ સામે આવ્યો નથી. પરંતુ હવે જે કેસો સામે આવી રહ્યા છે તેની ચકાસણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધી અમે ફક્ત તપાસ કરી રહ્યા હતા કે કોઈ પોઝીટીવ છે કે નહીં. હવે અમારે વાયરસનો પ્રકાર બદલાય છે કે કેમ તે પણ જોવું પડશે. 

Comments

Post a Comment