કડવી પણ ઔષધ - દર રોજ સવારે એક ચમચી પલાળેલી મેથીના દાણા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ
સાહીન મુલતાની-
- મેથીના દાનનું સેવન શરીરને તંદુરસ્ત બનાવે છે
- મેથી ખાવાથી શરીરમાં વાયુનું પ્રમાણ નહીવત રહે છે
- ગેસ, અપચો અને પેટના દુખાવા માટે મેથી રાહતનું કામ કરે છે
- મેથીને પલાળીને રોજ તેનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે
- સુગરના દર્દીઓ માટે મેથી રામબાણ ઈલાજ છે
મેથી ખાવાથી થતા ફાયદાઓ
- મેથીમાં વિટામીન તથા ઘાત્વિક પદાર્થ અને પ્રોટીનની માત્રા ખુબ વધુ જોવા મળે છે, જો કે તેની કડવાશ દરેકને પસંદ નથી હોતી આ કડવાશ જમવાનો સ્વાદ જે રીતે વધારે છે, તેજ રીતે તેનું સેવન શરીરના ફાયદાને વધારે છે.
- મેથીમાં રહેલી કડવાશ તેમા રહેલા પદાર્થ ' ગ્લાઇકોસાઇડ ' ને કારણે હોય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથીન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.
- મેથી ખાવાથી શરીર અંદરથી પણ તંદુરસ્ત રહે છે, અને બાહ્ય દેખાવમાં પણ ચમક અને સુંદરતા આપે છે.
- જો વાટેલા મેથીના દાણાને સ્કીન પર લગાવવામાં આવે તો ત્વચા સુંદર અને મુલાયમ બનાવે છે.
- આ સાથે જ મેથીના દાણાને પલાળીને વાળમાં લગાવીને ૨ કલાક પછી વાળ ધોવાથી વાળ મુલાયમ બને છે અને માથામાં ખોળ થતો અટકાવે છે.
- આ સાથે જ મેથીના દાણાને પાવડરને વાગ્યા પર લાગવાથી પણ રાહત થાય છે.
- આ સાથે જ જયારે સ્ત્રી સુવાડી હોય છે ત્યારે તેના ખોરાકમાં મોટે ભાગે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શરીરમાં ગરમાટો રહે છે અને બાળક પણ તંદુરસ્ત રહે છે.
- શિયાળામાં લોકો મેથીપાક બનાવીને પણ ખાતા હોય છે જેથી શરીરમાં તંદુરસ્તી અને તાજગી રહે છે.
- મેથીમાં પાચક એજાઈમ છે, જે અગ્રાશયને વધુ ક્રિયાશીલ બનાવી દે છે. જેના કારણે પાચન ક્રિયા પણ સરળ અને સારી છે.
- મેથી ગેસ્ટ્રીક અલ્સરના ઇલાજમાં પણ ઉપયોગી છે.
- મેથીના સ્ટેરોએડયુક્ત સૈપોનીન અને લસદાર રેશા રક્તમાં શર્કરાને ઓછી કરી નાખે છે. તેથી મેથીનું સેવન ડાયાબીટીશના રોગીઓ માટે ખાસ ફાયદાકારક છે.
Comments
Post a Comment