કોરોના વાયરસ આપી રહ્યો છે અનેક તકલીફ, સાજા થયા બાદ પણ પીડાઈ રહ્યા છે આ બીમારીથી
આપણા દેશમાં કોરોના વાયરસની એન્ડ્રી થયા બાદ અનેક લોકો ગંભીર રીતે ભોગ બની રહ્યા છે. લોકો સાજા તો થઈ રહ્યા છે પણ કોરોના સાપની જેમ લીસોટા છોડતો જાય છે. કોરોના આડઅસર આપતો જાય છે. એટલે કે કોરોના આડઅસર આપતો જાય છે. કોરોનાનો ભોગ બન્યા બાદ અનેક લોકોને આવી બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયની આવા કિસ્સોઓં સામે આવી રહ્યા છે. જેમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓં ફરી કોઈ બીમારીની પીડા વેઠી રહ્યા છે. કોરોના વયારસમાંથી રિકવર થયા બાદ કોઈને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે તો કોઈને અશક્તિની તકલીફ જોવા મળી છે. વૃધ્દ્ર, બાળક હોય કે યુવાન તમામના શરીરઆડઅસર જોવા મળી રહી છે.
અમદાવાદના ખોખર વિસ્તારમાં રહેતા નીલેશભાઈ પટેલના પરિવાર નીલેશભાઈ અને પુત્રી બંનેને કોરોના થયો હતો.
એમને કોરોના તો મટી ગયો પણ આડઅસર શરીરમાં છોડતો ગયો છે. હાલ બંને પિતા પુત્રીની શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ સાથે જ તેઓ સતત થાક અનુભવી રહ્યા છે. આ અંગે નીલેશભાઈ કહે છે કે, કોરોના વાયરસને કારણે અમારા ફેફસાંને પણ નુકસાન થયું છે. અને સતત એક પ્રકારનો થાક લાગ્યા કરે છે. દીકરી માત્ર ૧૫ મિનિટ કામ કરે તો પણ થાકી જાય છે. રમતા રમતા બેસી જાય છે. જયારે નીલેશભાઈ પગથિયા ચડતા ચડતા કે ચાલતી વખતે મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્પીડમાં દોડે તો હાંફ ચડે છે. ચાલતી વખતે પણ શ્વાસ ચડે છે.
અમદાવાદના આ પિતા-પુત્ર જેમ અનેક એવા દર્દીઓ છે જે આવી આડઅસરનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસ નામનો આ રાક્ષસ પોતાના લીસોટા છોડતો જાય છે.એટલે દર્દી સાજા થઈ જાય તો પણ આડઅસર પીછો છોડતી નથી. આવા અનેક લોકો આવી મુશ્કેલી વેઠી રહ્યા છે. રાજ્યમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પણ કોરોના વાયરસના કેસ ૧૨૦૦ ને પાર થઈ ચૂક્યા છે. જુલાઈ મહિનામાં ૧૦૦૦ કેસ હતા જયારે નવેમ્બર મહિનામાં કેસની સંખ્યા ૧૦ હજારને પાર થઈ ગઈ છે.
Comments
Post a Comment