માસ્ક નહિ પહેરવા બદલ એક સપ્તાહમાં પોલીસે ફટકાર્યા લાખોમાં દંડ, કોરોના થયો બેકાબુ
કોરોના વાઈરસના સંક્રમણ ને અટકાવવા માટે રાજયસરકાર ધ્વારા લાદવામાં આવેલા નાઈટ કર્ફ્યુંના પાલન કરવાની સાથે ફરજીયાત ફેશ માસ્ક ના કાયદા નો કડક અમલ સારું કર્યો છે. છેલ્લા એક સપ્તાહ માં આસરે પાચ હાજર જેટલી જનતા પાસે ફેશ માસ્ક નહીં પહેરવા બદલ અડધા કરોડ રૂપિયા દંડ વસુલ્યો હોવાનું જાણવા મળે છે.
ગત માર્ચ માસ થી દેશ ભરમાં લોકડાઉન ની સ્થિતિ હતી. જુલાઈ મહિનાથી આપવામાં આવેલી અનલોક ની છૂટછાટ વચ્ચે રાજ્યમાં ૮ વિધાનસભા બેઠકો ની પેટા ચુટણી ઉપરાંત દિવાળી પર્વ ની ઉજવણી થઇ હતી. ત્યાર બાદ રાજ્યમાં કોરોના ની સ્થિતિ વધુ વાણસી સકે છે. તેવી ભીતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહીતના ૫ મહાનગરો માં નાઈટ કર્ફ્યું ની ઘોસના કરી હતી
ગયા સનીવાર થી પોલીસ દ્વારા રાત્રે ૯ થી સવારે ૬ સુધી નાઈટ કર્ફ્યું નો અમલ થઇ રહ્યો છે.
નાઈટ કર્ફ્યું ના અમલ ની સાથે પોલીસ દ્વારા ફરજીયાત માસ્ક ના કાયદા નું પણ કડક રીતે પાલન કરવામાં આવે છે. તા. ૨૭ અને ૨૮ મી નોવેમ્બેર આમ ૨ દિવસ ના ગાળા માં ૨,૮૦૦ થી વધુ લોકો પાસે રૂ ૨૮ લાખ થી વધુ ની રકમ વસુલી છે. છેલ્લા એક અઠવાડિયામાં પાચ હાજર થી વધુ લોકો પાસે થી રસ ૫૦ લાખ નો દંડ વસુલાયો છે. પોલીસ તંત્ર તરફથી સતાવાર રીતે જાહેર કરાયેલી યાદી પ્રમાણે તા. ૨૮ મી એ નાઈટ કર્ફ્યું નો ભંગ બદલ શહેર ના જુદા જુદા વિસ્તારમાં ૨૮ લોકોની કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
લોક ડાઉનમાં દરેક વર્ગના લોકો ની હાલત કફોડી બની છે. અને તેમાય માધ્યમ વર્ગ ને સૌથી વધુ અસર થઇ છે. માસ્ક પેહ્ર્યું હોય અને થોડુક નાક થી નીચે ઉતરી ગયું હોય તો પણ પોલીસ દ્વારા રસીદ આપી ૧૦૦૦ રૂ નો દંડ ફટકારવામાં આવ્યો છે. હાલ માં આખર તારીખ ના સમયે ઘણા કિસ્સા એવા પણ બન્યા છે કે લોકો પાસે દંડ ભરવાના પૈસા નથી હોતા પોલીસ દ્વારા આડેધડ રીતે લેવાતા દંડ ના કારણે લોકો માં રોષ જોવા મળે છે પોલીસ દુકાનો માં ઘુસી ને પણ દંડ આપે છે.
રવિવારે અને સોમવારે શહેર માં મોલ અને મોટા બજારો બંધ કરાયા છે પરંતુ આ પહેલાથી આ બજારો માં મંદીનો માહોલ છે. દિવાળી માં મોડી રાત સુધી લોકો એ ધંધો કર્યો હતો. પોલીસે એક અથવાડિયા માં ૧૫૦ થી વધુ કર્ફ્યું ભંગ ના ગુના નોધ્ય છે, ૨૦૦ થી વધુ ની અટકાયત કરાયેલ છે.
શહેરમાં કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણ ને ધ્યાન માં લઈને રાત્રે ૯ વાગ્યા થી સવારે ૬ વાગ્યા સુધી નો કર્ફ્યું લાદવામાં આવ્યો છે. જયારે શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તાર ને મુક્તિ આપવામાં આવેલ છે, કારણકે કોરોના વઈરસ માત્ર શહેર માં પ્રવેશે છે અને તે પણ રાત્રીના સમયે, તેવું સરકારમાં બેઠેલા નેતા માને છે, સરકારના આદેશ મુજબ પોલીસે રાત્રી કર્ફ્યું નું કડક પાને અમલ સારું કર્યું છે, જેમાં પહેલા દિવસે જ કારણ વગર બહાર નીકળેલા ૬૦ લોકો પર કર્ફ્યું ભંગ નો ગુનો નોધી કાયદેશર ની કાર્યવાહી કરેલ છે. જે બાદ ગત રવિવારે કર્ફ્યું ભંગ ના ૩૫ જેટલા ગુના નોધવામાં આવ્યા છે, આસરે ૨૦૦ જેટલા લોકો ની અટકાયત કરેલ છે .
જો પોસ્ટ ગમી હોય તો SHARE કરો,
Nice news
ReplyDelete