અનેક બીમારીઓમાં લાભદાયી છે આ ફૂલ, જાણો ઉપયોગની રીત



 જાસુદના ફૂલને આપણે સૌ જાણીએ છીએ. તેનાથી પેટદર્દ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં પણ  રાહત મેળવી શકાય છે. યાદશક્તિને વધારવામાં પણ ઉપયોગી એવા જાસુદના ફૂલને ઉપયોગની રીત જાણો.

  • અનેક સમસ્યાઓમાં રાહત આપે છે જસુદનું ફૂલ 
  • કફ,બીપી અને વાળની સમસ્યાઓમાં કરે છે લાભ 
  • આ રીતે ઉપયોગ કરવાની જલ્દી મળે છે હેલ્થને લાભ  

  • કફની સમસ્યામાં આપે છે લાભ 
જાસુદના ફૂલના પાનનો કાઢો બનાવીને પીવાથી કફ દૂર થાય છે. તરત જ લાભ મળે છે.

  • વાળનો વધારે ગ્રોથ 
જાસુદના ફૂલના પાનને પીસી લો અને તેને વાળ પર લગાવી લો. ખાસ કરીને વાળના મૂળમાં અડધો કલાક સુધી આ રીતે જાસુદના પાન લગાવી રાખવાથી વાળ ખરતા બંધ થાય છે અને સાથે વાળનો ગ્રોથ પણ વધે છે.

  • યાદશક્તિ વધારે છે 
 જાસુદના ફૂલનો પાવડર મળે છે તે લાવો અને તેને રોજ એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવાથી યાદશક્તિ ઝડપથી વધે છે.
  • પેટદર્દમાં આપે છે રાહત
જાસુદના ફૂલના પાનનો રસ કાઢો. તેને પીવાથી પેટદર્દમાં `ઝડપથી રાહત મળે છે.
  • મોઢાની ચાંદીમાં આપે છે લાભ 
જાસુદનું ફૂલ અવારનવાર મોઢામાં થતી ચાંદીની સમસ્યામાં લાભદાયી છે. તેના પાન ચાવવાથી ચાંદીમાં ઝડપથી રાહત મળે છે.
  • હાઈ બ્લડપ્રેશરને કરે છે કંટ્રોલ 
અનેક દવાઓની સાથે જો તમે જાસુદના ફૂલના પાનની ચા પીવાનું શરૂ કરો છો તો તમને હાઈ બીપીની સમસ્યામાં લાભ મળે છે. તેનાથી તે ઝડપથી કંટ્રોલમાં આવી જાય છે. 
 
 

Comments