ગુજરાતમાં ફરી વાતાવરણમાં આવશે પલટો, આગામી ૫ દિવસ માટે હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે હવમાન વિભાગે ૫ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યભરમાં વરસાદ કે માવઠાની કોઈ જ આગાહી નહીં. પરંતુ સિસ્ટમ સક્રિય તેમજ ડ્રાફટ બનતા વાતાવરણમાં પલટો રહેશે. સાયક્લોનિક સિસ્ટમની કોઈ જ અસર ગુજરાતમાં જોવા મળશે નહીં. આજથી લોકોને ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
વેસ્ટર્ન ડીસ્ટબન્સની અસર રાજ્ય પરથી હટી જતા વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. જો કે, માવઠા બાદ હવે ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો ચી. ત્યારે ગુજરાતમાં આવનાર ત્રણ દિવસ ઠંડી વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ સમય દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ૮ ડિગ્રીની નીચે જવાની પણ શક્યતા છે. આજે ૧૦ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જયારે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી પર સ્થિતિ રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડી વર્તાઈ હતી.
રાજ્યમાં કડકડતી ઠંડી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાનની આગાહી સામે આવી છે જેમાં આજ રાતથી લઘુતમ તાપમાન ગગડવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડીસ્ટબન્સ ગુજરાતથી આગળ વધતા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.
હાડ થીજવતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડી શકે છે. આવનારા ૩ દિવસ ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસની વરસાદી માહોલ બાદ આજે રાજ્યમાં ગામડાં અને શહેરોમાં ધુમ્મસ છવાયું હતું.
વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે વિઝીબીલીટી ડાઉન થતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. અચાનક વાતાવરણના પલટાની બેવડી ઋતુનો અનુભવ થયો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહીત રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીની નીચે રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. દિવસે પણ તાપમાન સામાન્યથી ઘટી ૩૦ ડિગ્રીની નીચે રહેતા દિવસે પણ ઠંડકનો અહેસાસ લોકોએ કર્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની વકી છે.
Comments
Post a Comment